એ દિલ હૈ મુશ્કિલની આ છે ભૂલો

શાયદ યે માર્ક કરના ભુલગાય દિલ  ….. LOL 1-thumb_1478176360

‘તેરે મેરે હોઠો પે’ સોંગના એક સીનમાં અનુષ્કા અને રણબિર ડાન્સ કરે છે. જેમાં તે એક સીનમાં હોટલની બહાર નોર્મલ વાતાવરણમાં જોવા મળે છે પરંતુ તરતજ એક બીજા સીનમાં અચાનક બરફથી છવાયેલી ઘાટીમાં બતાવવામાં આવે છે તો તેઓ અચાનક ત્યાં કેવી રીતે પહોંચ્યા.?  આ ઉપરાંતરણબિરે શર્ટ પર એક કાળા કલરનું જેકેટ પહેર્યું છે છતાં તેને કડકડતી ઠંડીમાં ઠૂંઠવાતો બતાવાયો છે જ્યારે અનુષ્કાએ માત્ર એક સાડી જ પહેરી છે તો શું અનુષ્કાને ઠંડીથી દોસ્તી કરી લીધી લાગે છે ?

1_1478176355

 રણબિરના ડાબા હાથમાં ઘડિયાળ હોય છે પરંતુ ત્યારબાદ ઘડિયાળ અચાનક જ તેના જમણા હાથમાં આવી જાય છે. આને કહેવાય જાદુ.

4_1478176364

અનુષ્કા રણબિરને મળવા માટે તેના ઘરે જાય છે અને પાર્ટી કર્યા પછી જ્યારે અનુષ્કા રણબિરને કેબમાં લઇ જતી હોય છે ત્યારે અનુષ્કા રણબિરને કહે છે કે તે કેબ ડ્રાઇવરને તેના ઘરનું એડ્રેસ જણાવે. જો અનુષ્કાને રણબીરના ઘરનું અડ્રેસ ખબર ન હતી તો અનુષ્કા રણબીરના ઘરે પહોંચી કઇ રીતે ?  …. બચ્ચાલોગ દો જવાબ

5_1478176369

રણબીર અને અનુષ્કા પાર્ટી કરવા જતા હોય છે ત્યારે ફવાદને  જોઇને અનુષ્કા રણબિરને પાર્ટીમાંથી હોટેલમાં પરત જવાનું કહે છે. અને તરત જ બીજા સીનમાં  લાલ બેગમાં સામાન પેક કરે છે પણ  હોટેલની બહાર નીકળે છે ત્યારે કાળા કલરની બેગ હોય છે. કદાચ હોટેલના રિસેપ્શન એરિયામાં બેગ બદલાઈ ગઈ હોય ?

6_1478176404

 એક સીનમાં રણબીરના હાથમાં એક બેલ્ટ હોય છે પરંતુ અન્ય એક સીનમાં તેના હાથમાં એ બેલ્ટ જોવા મળતો નથી કદાચ નાહવા વખતે ઉતારી દીધું હોય  …. LOL

Leave a comment